મુંબઈ : ઇન્ડિયન ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલનારા શોઝમાંથી એક છે CID. સતત 21 વર્ષથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે આ શો પર પડદો પડી જશે અને શોનો છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબર 2018ના રોજ પ્રસારિત થશે. વીકએન્ડ પર પ્રસારિત થતા આ ક્રાઈમ શોના અત્યાર સુધીમાં 1546 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.
CIDએ ટેલિવિઝન સ્ક્રીનને કેટલાક યાદગાર પાત્રો આપ્યા છે. જેમાં ACP પ્રદ્યુમનના રોલમાં શિવાજી સાટમ, અભિજીત એટલે કે આદિત્ય શ્રીવાસ્તવ, ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર નિભાવતો એક્ટર દયાનંદ શેટ્ટી અને ફ્રેડરિક્સના રોલમાં દિનેશ ફડનીસનો સમાવેશ થાય છે. દર્શકો શોના આ પાત્રો સાથે ખાસ જોડાણ અનુભવે છે.
સીઆઇડી બંધ થવા મામલે જ્યારે મુખ્ય પાત્ર ભજવતા શિવાજી સાટમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ વિશે કોઈ જાણકારી ન હોવાની માહિતી આપી હતી. જોકે, શોમાં દયાનો રોલ ભજવતા દયાનંદ શેટ્ટીએ સ્વીકાર્યું છે કે આ શોનો અંત આવી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે